વાયરલ ઇન્ફેક્શન થી કેવી રીતે બચી શકાય : Vairal infection thi kevi rite bachi sakay
વાઇરલ ઇન્ફેક્શન કેમ ફેલાય છે
Vairal infection સમયે શું કાળજી રાખવી
નમસ્કાર મિત્રો
આપણા ભારત દેશમાં મુખ્ય ત્રણ ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. જ્યારે જ્યારે ઍક ઋતુ બદલાય અને બીજી ઋતુ નો પ્રારભ થાય છે ત્યારે બે ઋતુ નો સાંધો હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. વાયરલ infection ને મોટે ભાગે શરદી સળેખમ ઉધરસ અને તાવ ને viral infection તરિકે ઓળખવામાં આવે છે.
Viral ઇન્ફેક્શન શાના થી થાય છે
બે ઋતુ નો સાંધો એટલે કે ઍક ઋતુ બદલાય અને બીજી ઋતુ શરૂ થાય ત્યારે, પ્રદૂષિત વાતાવરણ polution , બંધિયાર વાતાવરણમાં વધુ પડતાં માણસો સાથે રહેવાથી ફેલાય શકે છે.
વાયરલ infection કેવી રીતે ફેલાય છે
વાયરલ ઇન્ફેક્શન ઍક માણસ થી બીજાને હવા મારફત અને એકબીજા ની સાથે બધિયાર સ્થળે રહેવાથી ફેલાય છે તેથી તેને વાયરલ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે.
Viral ઇન્ફેક્શન નાં લક્ષણો
વાયરલ infection લાગુ પડે ત્યારે માણસ ને પેશન્ટ રોગી ને શરદી, સળેખમ ઉધરસ, નાક બંધ થઇ જવું, માથું દુખવું, તાવ કળતર, નાકમાંથી પાણી વહેવું, છીકો આવવી, બેચેની અનુભવવી, ભૂખ મરી જવી, સ્વાદ નો અભાવ લાગવો વગેરે લક્ષણો જોવા મળે છે.
**તંદુરસ્તી આરોગ્ય માટે ઉપયોગી લેખ વાંચો
તંદુરસ્તી માટે દરોજ કેટલું પાણી પીવું જોઇએ
વાયરલ ઇન્ફેક્શન વખતે શું કાળજી રાખવી
જ્યારે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા હોય ત્યારે વધુ ભીડ ભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું. હાથ સાબુથી વારંવાર સાફ કરવા. નાક અને મોઢું ઢંકાય તે રિતે માસ્ક પહેરી બહાર જવું. શરીર ની શ્વાસતા જાળવવી. શક્ય હોય તો બંધ રૂમમાં વધુ પડતાં માણસો સાથે રહેવાનું ટાળવું.તાજો રાંધેલો સુપાચ્ય ખોરાક ખાવો. અતિશય ઠંડી ફ્રીજ ની વસ્તુ કે ઠંડા પીણા પીવા નહિ. પાણી ગરમ કરી ઠંડુ થયા પછી પીવામાં ઊપયોગ કરવો.
આવી જ અન્ય આરોગ્ય માટે ઉપયોગી લેખ વાંચવા અમારા blog Aapni Jankari Blog ની મુલાકાત લો.Jankari સારી લાગે તો social media માં જરૂર share કરો
ધન્યવાદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો