About Us
About Us
મારા વિષે
નમસ્કાર મિત્રો,
મારુ નામ ધવલ પટેલ છે.
હું એક નેકદિલ ઇન્સાન છું તેથી બીજા માણસો ની મદદ કરવા માટે કાયમ તત્પર હોઉં છું. મારા સરળ સ્વભાવ ને કારણે મને ઈમાનદાર લોકો પસંદ છે. હું મારા પરસેવા ની કમાણી માં વિશ્વાસ કરું છું.
હું ગુજરાત કાઠિયાવાડ નો વતની છું. ગરવી ગુજરાત, સૌરાષ્ટ્ર કાઠિયાવાડ, સોરઠ ધરા ના અમે ગુજ્જુ ભાઈ. અમારી રગે રગમાં માણસાઈ ના દિવા બળે. અતિથિ ધર્મ અને મહેમાનગતિ માં વિશ્વમાં અમારો જોટો ના જડે. અમે શાંતિપ્રિય ગુજરાતી શાંતિ થી રહેવા વાળા અમારું સૂત્ર છે,",જીવો અને જીવવા દો "
ગુજરાત માં બીજા રાજ્યો માંથી લોકો ધંધા રોજગાર કરવા માટે ગુજરાતમાં આવીને વસ્યા છે. નાના સરખા ગામમાં પણ પાણીપુરી, પાઉભાજી વાળો તમને ભારતના બીજા રાજ્ય નો જ જોવા મળશે. તેઓને ગુજરાતી કલ્ચર અતિ અનુકુળ આવી ગયુ છે. તેઓને કોઈ પણ જાત ની કનડગત કે પરેશાની નથી.ગુજરાતી લોકો અને સંસ્ક્રુતિ તેમને માફક આવી ગયુ છે તેથી ગુજરાત ને પોતાનું વતન માની કાયમી ગુજરાતમાં રહેવા લાગ્યા છે.
ગુજરાત એટલે કૃષ્ણ સુદામા ની ભૂમિ, રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી કે જેઓની કસુંબી નો રંગ,સૌરાષ્ટ્ર ની રસધાર જેવી શૂરાતન ભરી રચનાની સાક્ષી આ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, સોરઠ ની ધીંગી ધરા. ભક્ત કવિ નરસિંહ મહેતા નો દામોદર કુંડ ગિરતળેટીજે હજુ સાક્ષી પુરે છે તેવું જૂનાગઢ.સરદાર પટેલ નું વિશ્વનું સૌથી ઊંચું The Statue of Unity , મહાત્મા ગાંધી ની જનમ ભોમકા પોરબંદર કીર્તિ મંદિર,દાંડી કૂચ નો સાક્ષી બાપુનો સાબરમતી આશ્રમ,ભારત ને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મહા માનવો ની જનમ ભોમકા. નર્મદા મૈયા જયાં પોતાના પવિત્ર જળ થી ગુર્જર ધરા ને પાવન કરે છે તેવી અમારી ગરવી ગુજરાત.
જ્યાં સિંહો સાવજો ની ડણક સંભળાય એવું ગીરનું જંગલ અને અડીખમ ઉભેલો ગરવો ગઢ ગિરનાર.જ્યાં વિશ્વનું એકમાત્ર ઘુડખર અભ્યારણ તેવું કચ્છ નું નાનું રણ આવેલું છે. જયાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ નું મંદિર આવેલું છે જેના ચરણો ને અરબી મહાસાગર પોતાના પવિત્ર જળ થી પગ પખાળે છે તેવી સોરઠ ધરા.જ્યાં તીર્થ સ્થાનો માં સદાવ્રત ચાલે બીજાને ખવરાવી ને ખાય તેવા ગુજરાતી. સંત શૂરા અને સતિયોની ભૂમિ, ભકત ભક્તિ અને ભગવાન નો સંગમ થાય તેવી સોરઠ કાઠિયાવાડ ની ધરા જ્યાં આવેલી છે તેવી ગુર્જર ધરા એટલે ગરવી ગુજરાત.
એક ગુજરાતી હોવાના નાતે મારી ફરજ હતી કે મારી ગરવી ગુજરાત વિશે બે વાક્યો માં તેની સંસ્કૃતિ નું જેવું છે તેવું જ વર્ણન કરું.અતિશયોક્તિ નથી પણ માણસાઈ માં ગુજરાત નો જોટો નહિં જડે.
Gujarat માં બ્લોગ વિશે જાગૃતિ ફેલાય ,તેનો પ્રચાર થાય અને યુવાનો Blog બનાવી કમાણી કરે તે હેતુથી હું મારા બ્લોગ Aapni Jankari મારફત Blogging, SEO settings, create account, Health care, Gujarati Jankari વિગેરે વિષે જાણકારી માહિતી share કરું છું અને મદદરૂપ થવાની કોશિશ કરું છું.
lionsgujarat555@gmail.com
પર આપ અમારો સમ્પર્ક કરી શકો છો.
ધન્યવાદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો