સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm
મારુ જીવન એજ મારો સંદેશ : ગાંડુબાપા
ગાંડુબાપા નું જીવન ચરિત્ર, Biography
કર્મ એજ ધર્મ સત્ય ઘટના
ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા.
માતૃ દેવો ભવ : દિવાળી માં
આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પ્રપિતા મહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું.
ગાંડુબાપા ના બાળપણ નો સમય એટલે કે આસરે 100 વર્ષ પહેલાં ભણતર નું પ્રમાણ ગામડાઓમાં નહીવત જેવું જ હતું.બાપા પણ બહુ ભણેલા નહી પરંતુ વાંચવા લખવાનું થોડું અક્ષર જ્ઞાન ધરાવતા હતાં.તેથી જ તેઓએ રામાયણ તથા મહાભારત નાં આખ્યાનોની ચોપડીઓ તેમજ ભાગવત નાં ભાગ-1અને ભાગ-2નાં મોટા ગ્રંથો,વચનામૃત, સ્વામિની વાતો જેવા ધાર્મિક પુસ્તકો વસાવેલા. નવરાશ નાં સમયે બાપા એ જીવન પર્યંત ધાર્મિક પુસ્તકો વાંચવાનું ચાલુ રાખેલ. બાપાની સાતમી પેઢી એ વાલા બાપા થઈ ગયા. જેઓ ભગવાન સ્વામિનારાયણ નાં ભક્ત હતાં. ખુદ સ્વામિનારાયણ ભગવાને તેઓના ઘરે પધરામણી કરેલ. તેઓ ભગવાન સ્વામિનારાયણ નાં સમકાલીન હતા.ત્યારે તેઓ ખાખરેચી ગામે રહેતા. વાલો અને વેલો બે ભાઈ નો ઉલ્લેખ સ્વયંમ ભગવાન સ્વામિનારાયણ એ પોતે વર્ણવેલ છે.
બાલ્યવસ્થા થી જ બાપા ખેતી કામ કરતા હતા પણ તેઓ ખેતી ને લગતા અને ઘર વપરાશ માં આવતા સાધનો બનાવવા કે રીપેર કરવા નો હુન્નર જાણતાં હતાં.નવા ઘાટીલા ગામમાં માંડ 500-700 માણસની વસ્તી.ગામ માં મોટા ભાગના લોકો નો ધંધો ખેતી. વસ્તી માં મેજોરીટી પટેલ કડવા કણબી નાં ખોરડા બાકી બીજી કોમ દરેક ગામની પ્રાથમિક જરૂરિયાત મુજબ એક ઢોર ચરાવવા વાળા ભરવાડ જેને ગામલોકો ધણ આઢવા વાળો ગોવાતી કહેતા તેનું એક ઘર બીજું રામજી મંદિર ઠાકોરજી ની પૂજા કરતા રામાનંદી સાધુનું,ગામના ગોર મહારાજ અને શિવાલય નાં પૂજારી ઔદીચ્ય બ્રાહ્મણ નુ એકેક ઘર હતું. લુહાર અને વાળંદ નાં પણ એકેક ઘર હતાં.
ગામ નાનું પણ સંપીલું.ગામ ના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી નો તેથી લોકો ખાધે પીધે સુખી હતા.
ગાંડુબાપા નાં બાળપણ માં અત્યારે આપણે જેવી દિવાળી ઉજવીએ છીએ તેવી ઉજવણી નહોતી. આજે જેમ જાત જાતના ફટાકડાં ફૂલજર,ટેટા,સિંધરી બૉમ્બ કે તારા મંડળ નહોતા.ત્યારે તો ફક્ત એકજ દારૂગોળો હતો અને તે હતો પોટાશ. પોટાશ ને જગમગિયા રૂપેરી કાગળ નાં નાનાં નાનાં ટુકડા કરી થોડો દારૂગોળો ભરી ગોળીઓ બનાવવામાં આવતી.તે ગોળી લોખંડના બનાવેલ ખાંચા વાળા સાધન કે જે અડી તરીકે ઓળખાતું તેમાં ગોળી મુકી પથ્થર પર પછાડવા માં આવતું.પછડાટ થી પોટાશ ફૂટતો અને ચમકારા સાથે ભડાકો થતો.
બાપા ને પણ તેમનાં પિતાજી ચતુરબાપા એ ઘણો બધો પોટાશ લાવી આપ્યો. રૂપેરી કાગળ તો ત્યારે 10-15 કિલો ચા થી ભરેલી લાકડા ની પેટી આવતી, તેનાં ઉપર રૂપેરી કાગળ મુકવામાં આવતો તે ઉપયોગ માં લેતાં. પિતાજી એ લાવી આપેલ પોટાશ બાપાએ પાણીયારા નીચે મુકેલ.સાથે બાક્સ-દિવાસળી નું box પણ મુકેલ.
એક દિવસ બાપાએ બાળક બુદ્ધિ માં દિવાસળી સળગાવી. પોટાશ નો દારૂ નજીક જ પડ્યો હતો તે સળગી ઉઠ્યો.રાડા રાડ થતાં ઘરમાં હાજર લોકો એ પાણી નાખી આગ ઓલવી.પણ બાપા ના પગ બૂરી રીતે દાઝી ગયા. તેઓને મોરબી નાં દવાખાને સારવાર આપવામાં આવી. બાદમાં દેશી દવા Ral-રાળ ના મલમ થી સારવાર કરવામાં આવી. એકાદ માસમાં બાપા ને પગ માં રૂઝ આવી ગઈ પરંતુ દાઝેલા ના નિશાન ચામડી પર રહી ગયા. જે બાપા ની પાકટ વયે પણ તેની ગવાહી પૂરતાં હતાં.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી. ખેતર ખેડવા, વાવણી કરવી,લણણી કરવી, નિંદામણ કાઢવું, કાલા કપાસ વીણવા, જુવાર બાજરો વાઢવો વિગેરે કામોમાં અનેક ખેતીનાં સાધનોની જરૂર પડતી.ગાંડુબાપા આવા સાધનો રીપેર કરવાનો હુન્નર જાણતા. કોઈ પણ ખેડૂત નાનું મોટું સાધન સમું કરાવવાનું થાય તો ગાંડુબાપા પાસે જતાં. ગાંડુબાપા માનવ સેવા એજ પ્રભુ સેવા માની તે કામ હોંશે હોંશે કરી આપતાં.કોઈકનું સાંતી સૂતર ન હાલતું હોઈ તો તે સમું કરી આપે. કોઈને દંતાર નો દાન્તો તૂટી ગયો હોય તો પુરી આપે. સમોલ ભાંગી હોય કે સોવણ નાખવાનું હોય કે સાંભળા ભાંગી જીયા હોય તો તે પણ સમાં કરી આપે.સૂતર ની દોરીનો ખટલો પણ બાપા ભરીદે.ચોરીયા, કોદાળી કે દાંતરડા ના હાથા પણ નાંખી દે. લાકડામાં કોઈને સાલ હોલ પાડવાનો હોય તો ગાંડુબાપા સુતારી કામ જાણતા તે પણ સારડી થી વીંધ પાડી દે.આવા તો અનેક કામો બાપા સેવાભાવે કરી આપતા.બાપા વાંસલો,રંધો, સારડી, વિન્ઝણા,કરવત, કાનસ,વેણા,કોઈસ,ટાકણા વિગેરેઅનેક પ્રકારના સાધનો રાખતાં. બાપા તો અક્ષરધામમાં ગયા પરંતુ તેમનાં સાધનો હજું અમે સાંચવી રાખ્યા છે.
બાપા ધોતિયું પેરણ ને માથે સરસ મજાની આંટીયાળી પાઘડી નાંખતા.આમ તો બાપા માથે ગાંધી ટોપી પહેરતા કે ખેસીઉ બાંધતા. પરંતુ બહાર ગામ જવાનું હોય કે ઘરે કે ગામમાં શુભ પ્રસંગ હોય કે મહેમાનો આવવાનાં હોય ત્યારે બાપા પાઘડી પહેરતા. જ્યારે પાઘડી પહેરવાની ન હોય ત્યારે કબાટ માં મૂકી રાખતા જેથી જરૂર પડે ત્યારે તે પહેરી શકાય.ગાંડુબાપા પોતેજ પાઘડી બાંધવાની કળા જાણતા. ગામનાં અન્ય લોકો પણ બાપા પાસે પાઘડી બંધાવવા આવતાં.
ગામનાં પાદર માંજ ગાંડુબાપા ની વાડી. વાડીમાં પચાસેક ફૂટ ઊંડો કુવો. કુવામાં ખારાશ પડતું પણ પી શકાય તેવું પાણી. કૂવાને કાંઠે નાની ઓરડી જેમાં પાણી ખેંચવા માટેનું એન્જિન રાખવામાં આવતું.કુવામાં પાણી ઊંડું હોય ત્યારે મશીન બહુ પાણી ન ખેંચે એટલે પંખો કુવામાં પંદરેક ફૂટ નીચે પાવઠા પર મુકવામાં આવેલ.મશીનથી પંખા સુધી ગરનાળુ કરી પાવઠા પાસે કુવામાં ત્રણ ચાર ફૂટનું બાંકોરું કરી પંખો ફેરવવા મશિન થી લાંબો પટો ચડાવતા જેથી સેકશન ઘટી જાય અને પંખો પાણી વધારે બહાર ફેંકે.
દુષ્કાળ નાં વર્ષમાં ગામનાં તળાવ માં પાણી ખૂટી જતું. ગામના કુવામાં પૂરતું પાણી નહોતું. ત્યારે બાપા ગામલોકો માટે ઢોર માટે અને વાપરવાં માટે મશીન થી કુંડી હવાડા પાણીથી ભરી આપતાં. બાપાની વાડી ગામ માટે અમૃતની વીરડી સમાન હતી.
આવા દુષ્કાળ ને લીધે બાપાએ દુરંદેશી પણું દાખવી હળવદ તાલુકાના તળ માં મીઠા પાણી વાળા ગામ ઇશ્વરનગર માં 50 પચાસેક વીઘા વાળી ખરીદી. વાળી માં ઊંડો કુવો ગળાવ્યો. મશીન મૂકી લીલો ચારો વાવી પોતાના કુટુંબ ઢોર ઢાંખર ને દુષ્કાળ પાર પાડવા માટે ની વ્યવસ્થા કરી.
વૃદ્ધાવસ્થા માં બાપા ગામની નજીક પોતાની વાડીમાં વાવેલ જુવાર-ચાસટીયો નું રખોપું કરવા વાડીએ રાત્રે ટોવા ગયેલ. ચોમાસા ના દિવસો હતાં. અચાનક વા-ઝળી ને વરસાદ ચાલુ થયો. ઘરનાં લોકો ને બાપા ની ચિંતા થઈ. તેમના દીકરા વાડી એ બાપા ને લેવા ગયા. બાપા બાપા ની બૂમો પાડી. ત્યાંતો બાપા નો અવાજ આવ્યો"એ,,હું તો કુવા માં છું,"બધાં ને ચિંતા થઈ કે બાપા કૂવામાં પડી ગયા છે કાંઈ ઇજા તો નહીં થઈ હોય ને?
પરંતુ જ્યારે દીકરા ઓએ જોયું તો બાપા હેમખેમ કુવાની વચ્ચે ની કુંડી માં ઉભા હતા. કુવામાં બહુ પાણી નહોતું તેથી લાગી જવાનો ભય હતો.પરંતુ બાપા કુવા ની અંદર ગાળેલ નાની કુઈ માં પડ્યા હતાં જ્યાં થોડું પાણી હતું.
બાપા ના જણાવ્યા મુજબ"વા ઝળી આવી એટલે હું ખાટલા માં થી બેઠો થઈ ગાદલા-ગોદડા બગલ માં દબાવી મશીન ની ઓરડી માં જવા લાગ્યો પરંતુ અંધારું અને વાવાઝોડું હોવાથી બહુ સૂઝતું નહોતું તેથી કુવા માં પડ્યો.પણ ભાગ્યશાળી એટલો કે ગાદલા ગોદડા બથ માં હતાં તેથી હું બચી ગયો."
પછી તો બાપા ને વરેડું અને ફાંટો બાંધી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા.બાપા જાતે જ ચાલી ને ઘરે આવ્યા.સૌ રાજી રાજી થઈ ગયા.
આવી જ બીજી આફત આવી .ગુજરાત માં 26 મી january 2001 માં ભયંકર ભુકંપ આવ્યો.ગામનાં મોટા ભાગના ઘર પડી ગયા.બાપા મેડી ઉપર સુતા હતા. ભૂકંપ નો આંચકો આવતાં બાપા ને એમ લાગ્યું કે મને ચક્કર આવે છે તેમ સમજી માંડ માંડ ધીરે ધીરે મેડી ના પગથિયાં ઉતરી ગયા. બાદ માં તરત મેડી ભૂકંપમાં નાશ પામી. બાપા નો આબાદ બચાવ થયો. દિવાળી બા પણ મેડી નીચે હતાં. ધરતીકંપ નો આંચકો શરૂ થતાં તેઓ ફળિયામાં નાખેલ એકઢાળીયા ના પતરા નિ સિમેન્ટ ની થાંભલી જાલી ઉભા રહી ગયા. તેમના થી બે ત્રણ ફૂટ છેટે જ મેડી ના 10-15 મણ નાં બેલા પડયા. પણ દિવાળી બાને ઉની આંચ ન આવી.
કર્મ એજ ધર્મ નાં સિદ્ધાંત પ્રમાણે બાપા દરેક ઘાત માંથી બચી ગયા. તેનું કારણ હતું તેઓનું જીવન. બાપા નું સાદગી ભર્યું જીવન. ભગવાન માં અતૂટ શ્રદ્ધા. દરરોજ નારાયણ કવચ ના પાઠ કરે. સ્વામિનારાયણ ભગવાન અને હનુમાનજી નાં પૂજા પાઠ કરે. કુળદેવી અંબાજી માતા નાં પૂજા પાઠ કરે.બધા ને મદદરૂપ થાય. ગરીબ લોકો ની દીકરીઓના લગ્ન કરવા બાપા મદદ કરતા.કર્મ એજ ધર્મ નું સૂત્ર બાપા એ આત્મસાત કર્યું હતું. તેઓએ તૂટી ફૂટી ગુજરાતી માં દીવાલ પર એક સૂત્ર લખીયું હતું," હરામ નું કોઈ દી લેવું નહીં"
આવું પ્રેરણાદાયી જીવન હતું ગાંડુબાપા નું.બાપા આશરે 90 વર્ષ નું સુખમય જીવન જીવી વગર માંદગી એ વૃધાવસ્થા ને કારણે તા.25-3-2008 નાં રોજ સવાર નાં સમયે ભગવાનનાં ધામમાં સિધાવીયા.
ગાંડુબાપા નું જીવન ચરિત્ર આપણને બોધપાઠ આપે છે કે જીવન સાદું રાખવું. ધર્મમાં વિશ્વાસ રાખવો. નિતિથી જીવન જીવવું.કોઈનું હરામનું પડાવી ન લેવું. માનવસેવા કરવી અને ધાર્મિક પ્રેરણાદાયી પુસ્તોકોનું વાંચન કરવું.
@ લેખક: M G Kaila

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો