નિરોગી જીવન માટે કેટલી ઊંઘ લેવી અને ક્યારે લેવી જોઈએ ? : Tandurasti mate ketli ungh jruri

 આપણે દરોજ કેટલી કલાક ઊંઘ લેવી જોઈએ ?

ઊંઘ નીંદર નાં ફાયદા શું છે ?

અપૂરતી ઊંઘને કારણે આરોગ્ય પર કેવી અસર થાય છે 

નમસ્કાર મિત્રો,

Aapni Jankari Blog પર આપનું સ્વાગત છે. આજે આપણે શરીરની તંદુરસ્તી માટે જરૂરી ઊંઘ વિશે Jankari મેળવશું.

આપણા ઋષિ મુનિયોએ હજારો વર્ષ પહેલાં મનુષ્ય 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે આયુર્વેદ ની રચનાં કરેલ છે. આપણે શું ખાવું,કેટલું ખાવું,ક્યારે ખાવું,તેમજ કેટલી ઊંઘ લેવી,ક્યારે લેવી અને કેવી રીતે લેવી તે વિશે Jankari આપેલ છે. તન મન ની તંદુરસ્તી માટે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે પણ જણાવેલ છે 

      આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આપણા શરિર માટે

1-- યામ

2-- પ્રાણાયામ

3-- ઉદ્યમ 

4-- ઉપાર્જન 

5-- આરામ 

નું સંતુલન માનવ જીવન માં જરૂરી છે 

   આજનાં આધુનિક યુગમાં માણસ અનેકવિધ સમસ્યા થી ઘેરાયેલો રહે છે તેથી depression નો શિકાર બને છે. આની સીધી અસર તેની ઊંઘ પર પડે છે. અપૂરતી ઊંઘને કારણે Health પર તેની વિપરીત અસર જોવા મળે છે. માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તે અસહિષ્ણુ બનતો જાય છે. વાત વાત માં ગુસ્સે થઇ જાય છે. રોજ બરોજના કાર્યો માં તે યોગ્ય નિર્ણય લેવામાં મુઝવણ અનુભવે છે. જો પૂરતી ઊંઘ લેવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકાય છે. શારીરિક અને માનસિક રીતે આરામ મળે છે. દિવસભર સ્ફૂર્તિ નો અહેસાસ થાય છે.શરીર ને ઘસારો અટકાવવા ઊંઘ એ રામબાણ ઈલાજ છે. 

**અમારી આ post પણ ઉપયોગી થશે

શરીરની તંદરસ્તી માટે દરરોજ કેટલું પાણી પીવું જોઇએ 

ડાબે પડખે સુવાના ફાયદા વિશે jankari

 આપણે આરોગ્ય જાળવવા કેટલી ઊંઘ જરૂરી છે?

આપણી તંદુરસ્તી માટે ઊંઘ અતિ આવશ્યક છે.પૂરતી ઊંઘ લેવાથી શરીર સ્ફૂર્તિ વાળું તંદુરસ્ત રહે છે. રોજબરોજ નાં કામ કરતા થાક લાગતો નથી.શરીર ને ઘસારો લાગતો નથી. આપણે તન મન થી તરોતાજા રહી શકીએ છીએ. આ માટે આપણે ઉંમર અને જરૂરીયાત પ્રમાણે ઊંઘ લેવી જોઈએ.

* બાળકો એ 10 થી 12 કલાક ઓછામાં ઓછી ઊંઘ લેવી જોઈએ

* યુવાનો એ 8 થઈ 10 કલાક ઊંઘ લેવી જોઈએ

*  પ્રૌઢ વ્યક્તિએ 6 થી 8 કલાક ઊંઘ લેવી 

* વૃધ્ધ વ્યક્તિએ 5 થી સાત કલાક ઓછા માં ઓછી ઊંઘ લેવી જોઈયે.

આપણે ઉપર દર્શાવ્યા પ્રમાણે ઊંઘ લેવી જોઈએ.એથી  2 -3 કલાક ઊંઘ વધુ આવે તો ફાયદો થશે. પરંતુ પ્રમાણ કરતાં વધુ ઓછી ઊંઘ શરીર નાં તન અને મનનાં આરોગ્ય પર વિપરીત અસર પાડે છે .

ઊંઘ માટે ક્યો સમય સારો છે?

ઊંઘવા નાં સાચા સમય માટે આ શુભાષિત જુઓ

" રાત્રે વહેલાં જે સૂયે, વહેલાં ઉઠે વીર,

   બળ બુધ્ધિ ને ધન વધે,સુખમાં રહે શરીર."

આપણે  રાત્રે વહેલાં સુઈ જવું જોઈએ, અને સવારે વહેલા બ્રહ્મ મુરુહત માં એટલે કે રાત્રી નાં પાછલા પહોરે સવારે વહેલાં ઉઠી જવું જોઈએ જેથી શરીર તંદુરસ્ત રહે છે, બુદ્ધિ અને બળમાં વધારો થાય છે જેના કારણે તમે તમારા વ્યવસાય માં પણ સફળ થાવ છો.તેનાં કારણે આર્થિક સ્થિતિ માં સુધારો થાય છે અને સરવાળે મનુષ્ય સુખી થાય છે.

તો ચાલો આપણે પણ ઋષિ મુનિઓ અને આયુર્વેદે જણાવ્યા મુજબ નાં સમયે પૂરતી ઊંઘ લઈએ અને તન મન નું સ્વાસ્થ્ય જળવીએ અને નિરોગી રહીયે.

મિત્રો ઉનફહ વિશે ની આ Jankari આપનેતંદુરસ્ત જીવન જીવવા માટે ચોક્કસ ઉપયોગી થશે. આવી અન્ય Gujarati Jankari માટે આપ Aapni Jankari Blog ની મુલાકાત લઈ શકો છો.

ધન્યવાદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma