ડાબે પડખે સુવાનાં ફાયદા : dabe padshe suva na fayda
આપણે ડાબા પડખે શું કામ સૂવું જોઈએ
ડાબે પડખે સુવા નાં ફાયદા
સુવાની સાચી રીત કઈ ?
આપણા ભારત દેશમાં હજારો વર્ષોથી લોકો આયુર્વેદ માં બતાવ્યા પ્રમાણે નું જીવન જીવતા આવ્યા છીએ. તંદુરસ્ત જીવન જીવવા માટે ની તમામ બાબતો વિશે આયુર્વેદમાં વર્ણન છે.
આપણા શરીર માટે ઊંઘ અતિ મહત્વ ધરાવે છે.પૂરતી ઊંઘવા થીં શરીર ને ઘસારો લાગતો નથી અને શરીર સ્ફૂર્તિ વાળું અને તાજું માજુ રહે છે
આપણે કેવી રીતે સૂવું જોઈએ ?
સુવા અંગે નીચે ના આયુર્વેદિક પંક્તિઓ જુઓ,
" ઊંધો સુવે અભગયો,ચિત્તો સુવે રોગી,
ડાબે તો સૌ કોઈ સૂયે,જમણે સૂયે જોગી. "
આ પંક્તિ પણ જુઓ
"આંખે ત્રિફળા દાંતે લુણ,
પેટ ન ભરીએ ચારે ખૂણ,
જમી ડાબે પડખે સુવે ,
વૈદ ન તેની નાડી જુએ"
આમ આયુર્વેદ નું કહેવું છે કે આપણે ડાબા પડખે સૂવું જોઈએ.જમ્યા બાદ અચૂક ડાબે પડખે સૂવું જોઈએ.
ડાબા પડખે સૂવાથી પેટ નાં પાચન તંત્ર નાં બધા અવયવો આરામથી ખોરાક પચાવવા નું કામ કરે છે. ખાધેલાં ખોરાકનું પૂરતા પ્રમાણમાં અવશોષિત થઈ તંદુરસ્તી જળવાય રહે છે.
ડાબે પડખે સુવાથી આપણું શ્વસન તંત્ર સારી રીતે કામ કરે છે અને શરીરમાં પૂરતાં પ્રમાણમાં પ્રાણવાયુ ઓક્સિજન મળી રહે છે જેથી આપણે સ્ફૂર્તિ નો અનુભવ કરીયે છીયે.
આ સિવાય અગણિત ફાયદા ડાબે પડખે સુવાનાં છે. તો ચાલો આપણે આજથી જ ડાબે પડખે સુવાનું ચાલું કરીએ અને તંદુરસ્ત જીવન જીવીએ.
મિત્રો આપણે અહીંયા ડાબે પડખે સુવા અંગેની Jankari GujRati માં લીધી.આ આપને તંદુરસ્તી માટે ચોક્ક્સ ઉપયોગી થશે. આવી અન્ય Gujarati Jankari માટે અમારા બ્લોગ Aapni Jankari Blog ની મુલાકાત લઈ શકો છો.
ધન્યવાદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો