તંદુરસ્તી માટે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ ? : Droj ketlu pani pivu joie

 તંદુરસ્તી જાળવવા માટે આપણે કેટલાં પ્રમાણમાં  પાણી પીવું જોઈએ ?

આપણાં શરીરમાં  70 ટકા પાણી નો ભાગ છે આના પરથી જ પાણીનું મહત્વ સમજાય જાય છે. માણસ ખોરાક વિના ઘણાં દિવસો સુધી ચલાવી શકે પરંતુ પાણી વિના માંડ એકાદ દિવસ પસાર કરી શકે.

શરીર માં પાણીનું પ્રમાણ ઘટવા થી ચક્કર આવવા, ગળું સુકાવું સોસ પડવો,શરીરમાં કળતર થવી,નબળાઈ લાગવી,ધુંધળું દેખાવું,બેચેની રહેવી જેવા અનેક લક્ષણો જોવા મળે છે.

અપૂરતું પાણી પીવાથી કબજિયાત,urinary Track નાં રોગો જેવાકે બળતરા,રસી થઈ જવી,ચેપ લાગવો વિગેરે. શરીર માં પાણી નું યોગ્ય પ્રમાણ ન જળવાય તો પેટનો દુઃખાવો તેમજ બ્લડપ્રેશર પર પણ અસર કરે છે. આમ ઘણી બધી રીતે અપૂરતું પાણી પીવાથી  સમસ્યાઓ ઉદભવે છે.

આપણે આરોગ્ય તંદુરસ્તી જાળવવા કેટલાં પ્રમાણમાં પાણી પીવું જોઈયે ?

આપણે શરીર ની તંદુરસ્તી જળવાય રહે તે માટે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું જોઈએ.કેટલું પાણી પીવું જોઈએ તે જોઈએ તો આપણે ઋતુ પ્રમાણે અલગ અલગ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.શિયાળા, ચોમાસા દરમ્યાન ઠંડા, ભેજવાળા હવામાનને કારણે શરીર ને ઓછા પાણી ની જરૂર પડે છે.આ ઋતુમાં આપણે  એટલું પાણી પીવું જોઈએ જેથી ચયાપચયની ક્રિયા સરળતાથી ચાલી શકે.

ઉનાળામાં ગરમીને કારણે શરીરમાં પરસેવા સ્વરૂપે ઘણું બધું પાણી ઓછું થઈ જાય છે. વળી ગરમી તાપ ને કારણે શરીરનું તાપમાન જાળવી રાખવા ઘણું બધું પાણી ઓછું થાય છે.વળી ઉનાળામાં દિવસ લાંબો થવાથી પણ પાણીની જરૂરિયાત વધી જાય છે. તેથી ઉનાળામાં આપણે તંદુરસ્તી આરોગ્ય જાળવી રાખવા થોડું વધું પાણી પીવું જોઈએ.ઉનાળા માં અપૂરતું પાણી પીવાથી પેટનો દુઃખાવો, લુ લાગવી,માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યા ઉદભવી શકે છે.તેથી આપણે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું જોઇએ.એટલે તો કહેવાયું છે કે

જળ એજ જીવન છે

Important : 

શરીર ની જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ. જેમ ઓછું પાણી પીવાથી નુકસાન થાય છે તેમ વધુ પડતું પાણી પીવાથી પણ શરીરમાં ક્ષારો નું પ્રમાણ ઘટી જાય છે અને અન્ય તકલીફો પણ થઈ શકે છે .તેથી વિવેક બુધ્ધિ થી યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તરસ લાગે તરત પાણી પી લેવું જોઈએ .તરસ લાગ્યા બાદ લાંબો સમય  પસાર કર્યા વિના પાણી પીવું જોઈએ.

તો ચાલો આજથી જ આપણે પૂરતાં પ્રમાણમાં પાણી પીવાનું ચાલું કરીયે અને તંદુરસ્ત રહીયે.

મિત્રો આપણે પાણી પીવા વિશે ની ઉપયોગી Jankari મેળવી જે આપને તંદુરસ્તી જાળવવા ચોક્કસ ઉપયોગી થશે. આવીજ બીજી Gujarati Jankari માટે અમારા બ્લોગ Aapni Jankari Blog ની મુલાકાત લેવા વિનંત.

ધન્યવાદ

ટિપ્પણીઓ

  1. ખાસ કરીને ચોમાસામાં પાણી કેટલુ પીવુ (વારંવાર પેશાબ જવાનુ ધ્યાન કેન્દ્રિત કરી)

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ચોમાસા માં કે અન્ય કોઈ પણ ઋતુમાં આપણે તંદુરસ્તી માટકેટલું પાણી પીવું જોઈએ તે નક્કી કરવા આપણે આપણાં પેશાબ નાં કલર પરથી નક્કી કરવું જોઈએ.પેશાબ પીળો કે આસો પિળો ન હોવો જોઈયે. તેનો કલર પાણી જેવો હોવો જોઈએ છૂટથી પેશાબ ઉતરે અને ચોખ્ખો હોય તેટલું પાણી પીવું જોઈએ જેથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ.
      Comment કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

      કાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma