ચંદ્ર ને સૌ ચાંદા મામા કેમ કહે છે ? : chandra ne chanda mama kem kahe chhe
ચંદ્ર ચાંદા મામા તરીકે કેમ ઓળખાય છે ?
ચંદ્ર આપણી પૃથ્વી નો ઉપગ્રહ છે.તે પૃથ્વીથી ઘણોજ નજીક આવેલ છે.ચંદ્રનો પ્રકાશ શીતળ શાંત અને અમૃત સમાન છે. પૂનમ ની ચાંદની રાતે ચાંદ સોળે કળાએ ખીલે છે. તેની ચાંદની અંધકાર ને દૂર કરી પ્રકાશ આપે છે. ધરતી ઉપર શીતળતા ફેલાવે છે.દરિયામાં પણ પૂનમ ની રાતે ભરતી આવે છે. તેથી ચંદ્ર અને પૃથ્વી નો ગાઢ નાતો છે.
ચંદ્ર નો મહિમા શાસ્ત્રો,પુરાણો,લોકગીતો,વાર્તાઓ અને ફિલ્મોમાં ખૂબ વર્ણવેલો છે.
પૃથ્વી ને આપણે ભારત દેશમાં ધરતી માતા તરીકે ઓળખીએ છીયે .ચંદ્ર એક ભાઈ ની જેમ ધરતીમાતા નાં અંધકાર રૂપી દુઃખનો નાશ કરી અમૃત સમાન શીતળતા ધરતી પર ફેલાવે છે.આપણાં માં કહેવત છે કે " મામાનું ઘર કેટલે ,દીવો બળે એટલે " બીજી રીતે કહીયે તો આપણે બધા ધરતી માતા નાં સંતાનો છીયે અને ચંદ્ર ધરતીમાતા નાં ભાઈ સમાન છે એટલે એ નાતે ચંદ્ર આપણા મામા ચાંદા મામા છે.
આવી માન્યતા ને કારણે આપણાં પુર્વજો ચાંદા ને ચાંદા મામા તરીકે ઓળખાતા આવ્યા છે.
આપણાં ઘણાં બધાં વ્રતો અને તહેવારોમાં ચાંદા મામા ને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કડવા ચોથ ને દિવસે ચાંદા મામા નાં દર્શન કરીને વ્રત પૂરું કરવામાં આવે છે. અષાઢી બીજ નાં દિવસે સ્ત્રીઓ બીજ માં, ચાંદા મામા નાં દર્શન કરી ઉપવાસ છોડે છે. પહેલાં નાં સમયમાં ચાંદા મામા માટે ચાનકી ,નાની રોટલી કે રોટલો બનાવતા અને બાળકો ચાંદા મામા ને બતાવી "" ચાંદા મામા તારી ચાનકી " કહી ને ભોગ ધરાવતા.
ભોલેનાથ મહાદેવ,સદા શિવ શંકર ભગવાનની જટા પર પણ ચંદ્ર ને ધારણ કરેલ છે.
ચાલો ત્યારે તમારી અને ચાંદા મામા ની વિદાય લઈએ.આવજો
આપણે ચાંદા મામા વિશે સરસ માહિતી જાણી.આવી જ અન્ય Gujarati Jankari માટે અમારા બ્લોગ Aapni Jankari Blog ની મુલાકાત લેવા વિનંતી.
ધન્યવાદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો