અતિ ભોજન લેવાથી શું થાય ? :Ati bhojan thi su thay

 અતિ ભોજન લેવું સારું છે ?

વધારે પડતું અતિ ભોજન લેવાથી આરોગ્ય પર શું અસર થાય ?

*અતિ સર્વત્ર વ્રજયેત"

આ સંસ્કૃત ભાષા ની કહેવત

આ કહેવત ઘણું બધું કહી જાય છે. અતિ એટલે કે વધારે પડતું. કોઇ પણ વસ્તુ નો અતિરેક હાની કારક હોય છે. તેથી ગુજરાતી ભાષા માં પણ કહેવત છે કે "અતિ ની ગતિ નહીં". વધારે પડતું ભોજન. વધારે પડતાં ઉપવાસ, વધારે પડતાં કાલ્પનિક વિચારો, વધું પડતી ઊંઘ, વધુ પડતાં ઉજાગરા, અતિ પરિશ્રમ, વધું પડતું બેઠાડું જીવન તમામ નો અતિરેક હાની પહોંચાડે છે.

આપણા સમાજમાં માન્યતા છે કે વધુ ભોજન લેવાથી શરીર સારું થાય છે.તંદુરસ્તી સારી રહે છે.

આ માન્યતા ખોટી છે. આપણાં શરીરને જેટલું અનુકૂળ આવે તેટલું જ માફકસર ભોજન લેવું જોઈએ. તેનાથી એક કોળીયો ભોજન વધારે લેવું આયુર્વેદ નાં મત અનુસાર  શરીર માટે નુકસાન કારક છે. Health માટે દરરોજ માફકસર નિયમિતતા જાળવી ભોજન લેવાથી શરીર પર તેની સાનુકુલ અસર જોવા મળે છે.

ભોજન કેવી રીતે કરવું જોઇએ 

આપણા આયુર્વેદ નાં શાસ્ત્રો મુજબ માણસે સાત્વિક એટલે કે અતિ તીખો, ખારો, ખાટો, તામસી ખોરાક લેવાથી બચવું જોઇએ. જેથી health આરોગ્ય સારું રહે છે.દરોજ નાં ખોરાકમાં દાળ ભાત,કઠોળ, લીલાં શાકભાજી,ઘી, ગોળ, દૂધ, દહીં સાસ નો ઉપયોગ કરવો જોઈએ. જેથી આરોગ્ય સારું રહે અને કોઇ પણ બીમારી થી બચી શકાય. આરોગ્ય માટે આ સંસ્કૃત શ્લોક ઘણું બધું કહી જાય છે.

" दिनांते पीबत दुग्धम,

निशांते पीबत पय:

भोजनांते पीबीत तकरंम,

भोजने विषम वारी "

અર્થાત દિવસને અંતે દુધ પીવું જોઇએ, રાત્રિ ને અંતે એટલે કે નરણા કોઠે પાણી પીવું જોઈએ, ભોજન નાં અંતે છાસ પીવી જોઈએ ભોજન સમયે પાણી પીવું જેર સમાન છે.

**અમારી આ પોસ્ટ પણ આરોગ્ય માટે ઉપયોગી થશે

ડાબે પડખે સુવાના ફાયદા

તંદુરસ્તી માટે દરોજ કેટલું પાણી પીવું જોઈએ

કહેવત

કાં મારે આર ,કાં મારે ભાર

અતિ ભાર વજન ઊંચકવો,કે અતિ ભોજન કરવું નુકશાન કારક છે.

આથી કહી શકાય કે આપણે  માફકસર આહાર ભોજન લેવું જોઈએ.

મને આશા છે કે આ માહિતી આપનીતંદુરસ્તી માટે કામ લાગશે. આવી અન્ય માહિતી માટે બ્લોગ ની મુલાકાત લો.  હું અહીંયા Aapni Jankari Blog મારફત Gujarati ma  Jankari share કરું છું 

ધન્યવાદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma