ઉગતો સૂર્ય લાલ કેમ દેખાય છે? Why rising sun apear red

 સૂર્યોદય સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો કેમ દેખાય છે ?

Why sun rising and sun set appear red ?

સૂર્ય આપનો જીવન દાતા છે.સૂર્ય વિના જીવ સૃષ્ટિ નાશ પામે.આપણી પૃથ્વી પણ સૌરમંડલ સૂર્યમાળા નો એક ગ્રહ છે.

સૂર્ય નાં ઘણાં બધાં નામો છે જેમ કે સૂર્ય,રવિ, ભાનું, આદિત્ય નારાયણ,સુરજ,ભાણ, દિનકર, ભાસ્કર,દિવાકર,પ્રભાકર વિગેરે.

સૂર્ય ઉગે ત્યારે,સૂર્યોદય વખતે અને જ્યારે આથમે ત્યારે,સૂર્યાસ્ત વખતે લાલ દેખવાનું કારણ એ છે કે પૃથ્વી પર નાં વાતાવરણમાં ઘણાં પ્રકારનાં ધૂળ નાં રજકણો,ધુમાડા અને વાયુઓ નું આવરણ આવેલું હોય છે .વળી સૂર્યાસ્ત વખતે સૂર્યનાં કિરણો ઘણાં ત્રાંસા હોય છે તેથી તેનો પ્રકાશ ઝાંખો હોય છે અને આપણે નરી આંખે જોઈ શકાય છે. વાતાવરણ નાં અવરોધ અને સૂર્ય પૃથ્વી નું મિલન એટલે ક્ષિતિજ પાસે પહોંચેલ સૂર્ય આપણ ને લાલ red રંગનો દેખાય છે.

*આરોગ્ય માટે ગુણકારી

  વહેલી સવારે કોમળ સૂર્ય નો તડકો ખુલ્લા શરીર પર પડવાથી આપણું શરીર વિટામિન ,D, બનાવે છે. સૂર્ય વિટામિન, D, નો વિપૂલ સ્ત્રોત છે. પશ્ચિમ નાં દેશોમાં સૂર્ય પ્રકાશ લેવાં લોકો દરિયાનાં બીચ પર ખુલ્લું શરીર રાખી કોમળ સૂર્ય પ્રકાશ માં આનંદ માણે છે અને vitamin D મેળવે છે. આપણો ભારત દેશ ઉષ્ણકટિબંધ માં આવેલ હોય અહીંના લોકોને સહેલાઈથી સૂર્ય પ્રકાશ મળી રહે છે.

  સૂર્ય ને લીધે જ ધરતી પર છોડ,ઝાડ,તમામ વન્ય સૃષ્ટિ ઉગે છે અને ફાલે ફૂલે છે. સૂર્ય પ્રકાશ ની હાજરીમાં વનસ્પતિ હવામાં પ્રાણવાયુ ઓક્સિજન છોડે છે જે માનવ જાત અને તમામ જીવસૃષ્ટિ માટે જરૂરી છે. સૂર્ય aapni પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે પ્રાણ આધાર છે.તે જાગતો દેવ છે. તેથી આપણે દરોજ સવારે સૂર્ય નમસ્કાર કરવા જોઇએ.

સૂર્યા ય નમઃ 

આવી અન્ય jankari માટે મારા બ્લોગ Aapni Jankari ની મુલાકાત લેવા વિનંતી.

ધન્યવાદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma