ચંદ્ર પર રેંટિયો
ચંદ્ર પર રેંટિયો ખરેખર છે
રેંટિયો કાંતતા ડોશી માં ચંદ્ર પર છે તે માન્યતા સાચી છે
ચંદ્ર આપણો પાડોશી છે. તે પૃથ્વી નો ઉપગ્રહ છે. ઉપગ્રહ એટલે પૃથ્વી નાં ગરૂત્વાકર્ષણ ને લીધે તેની ફરતે ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે તે. જેમ પૃથ્વી ને બે ભ્રમણ કક્ષા છે,એ તે તેની ધરી પર ફરે. પૃથ્વી 24 કલાક માં એક ભ્રમણ આંટો ફરે છે જેના થી રાત અને દિવસ થાય છે. બીજી ભ્રમણ કક્ષા તે સૂર્ય ની પ્રદક્ષિણા છે તે.પૃથ્વી 365 દિવસ માં સૂર્ય ની ફરતે એક પ્રદક્ષિણા પુરી કરે છે જેને એક વર્ષ તરીકે ઓળખવામાંઆવે છે.પૃથ્વી ની સાથે સાથે ચંદ્ર પણ હોય તે સ્વાભાવિક છે.
પૃથ્વી ઉપરથી ચંદ્ર જોતાં તેમાં એક ડોશી માં રેંટિયો કાંતતા દેખાય છે.પુર્વજો પાસે થી પણ આપણે સાંભળતા આવ્યા છીએ કે ચાંદા ઉપર ડોશી રેંટિયો કાંતે છે.
શું આ માન્યતા સાચી છે ?
નાં આ માન્યતા તદ્દન ખોટી છે.ચંદ્ર ઉપરની મોટી મોટી ખીણો માં સૂર્ય પ્રકાશ નહીં પહોંચવા ને કારણે ચંદ્ર નો એટલો ભાગ અંધકારમય દેખાય છે.ચંદ્ર ને પોતાનો પ્રકાશ નથી.એટલે કે સૂર્ય ની જેમ તે સ્વયં પ્રકાશી નથી.તે પૃથ્વી ની માફક પર પ્રકાશિત છે.સૂર્યનો પ્રકાશ તેના પર પડતા ચંદ્ર પ્રકાશિત દેખાય છે.સૂર્ય નો તે પ્રકાશ પરાવર્તિત થઈ પૃથ્વી પર પડે છે.જેમ આપણે પ્રકાશ સામે અરીસો રાખી દીવાલે કે અન્ય જગ્યાએ પ્રકાશ પરાવર્તિત કરીએ છીએ તેમ.
ચંદ્ર પર ની તે અંધકારમય ખીણો નો આકાર પૃથ્વી પર થી જોતા કોઈ ડોશી માં રેંટિયો કાંતતા હોય તેવું દેખાય છે.એટલે આ માન્યતા પડી છે.
નીચે ચિત્રમાં આકાશમાં ઊગેલ ચાંદલો ચંદ્ર જૂઓ
મિત્રો તમેં પણ પૂનમ ને દિવસે રેંટિયો કાંતતા ડોશી માં જોજો અને બાળકો ને બતાવજો જેથી હજારો વર્ષોથી ચાલી આવતી માન્યતા ની તેઓ ને જાણ થાય. સાથોસાથ સત્ય હકીકત શું છે તે પણ જણાવજો.અને માનવી ચંદ્ર લોક માં જઇ આવ્યો છે તે પણ અચૂક જણાવજો.
તાજેતરમાં ભારત દેશ ISRO તરફ થી Chandrayan 3 ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે સફળતા પૂર્વક Lander "Vikram" વિક્રમ ને ચંદ્રનાં South poul દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં સફળ રહ્યા છે. દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરનાર ભારત વિશ્વ નો પ્રથમ દેશ બન્યો છે. હજુ સુધી કોઇ પણ દેશ ચંદ્ર અને નાં South poul પર યાન મોકલી શક્યા નથી.ISRO ના વૈજ્ઞાનિકો એ VIKRAM LANDER નાં સફળતાં પૂર્વક લેન્ડિંગ બાદ "ROVER" રોવર " PRAGYAN" ને ચંદ્રની સપાટી પર ઉતરાણ કરાવવામાં પણ સફળતાં મેળવી. ચંદ્ર નાં દક્ષિણ ધ્રુવ પર પૃથ્વી નાં ૧૫ દિવસ બરાબર ચંદ્રનો એક દિવસ થાય છે.15 દિવસ સુધી ROVER PRAGYAN ચંદ્રની સપાટી પર ભ્રમણ કરતું રહ્યું અને ઘણી બધી શોધો કરી ભારત નાં SPACE CENTRE માં Jankari મોકલતું રહ્યુ. આપણા દેશ નાં સ્પેસ એજન્સી ISRO એ દુનિયા ભરમાં પ્રખ્યાત છે. ચંદ્રયાન સિવાય સૂર્ય નાં અધ્યયન માટે "AADITYA-1" નામનું સૂર્ય યાન સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યું છે. જેનાથી દુનિયાભર માં ભારત દેશ ને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું છે તે વાત પણ બાળકોને અવશ્ય જણાવશો.
અહીંયા આપણે ચંદ્ર વિશેની માહિતી મેળવી જે આપને ગમી હશે.આવી બીજી ગુજરાતી જાણકરી માટે અમારા બ્લોગ Aapni Jankari ની મુલાકાત અવશ્ય લેશો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો