પોસ્ટ્સ

એપ્રિલ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આધ્યાત્મિકતા આસ્થા ના ફાયદા : adhyatmikta astha thi thata fayda

  આધ્યાત્મિકતા આસ્થા થી શું લાભ થાય ? વિશ્વ ભરમાં કોઈ પણ દેશ માં વસતાં લોકો મોટે ભાગે આધ્યાત્મિક ભાવના ધરાવતા હોય છે.તેઓ પોત પોતાના ધર્મો પ્રમાણે આસ્થા ધરાવતા હોય છે. બહુ જૂજ લોકો જ નાસ્તિક હોય છે. આધ્યાત્મિકતા થી શુ ફાયદા થાય ? આધ્યાત્મિક ભાવના આસ્થા ભરાવતાં લોકો ને ઘણાં બધા ફાયદા થાય છે જેમ કે. 1 આધ્યાત્મિકતા ધરાવતા લોકો ની માનસિક શાંતિ સારી હોય છે. 2 મુશ્કેલી નાં સમયે તેઓની આધ્યાત્મિક ભાવના તેઓને મુશ્કેલ પરિસ્થિતિ નો સારી રીતે સામનો કરવા માં મદદરૂપ થાય છે 3 આધ્યાત્મિક ભાવના ધરાવતા લોકો ખોટું ,હીન,અધમ કૃત્ય કામ કરતાં ખચકાટ અનુભવે છે તેથી સરવાળે સુખી થાય છે 4 તેઓ કોઈ પણ બાબતમાં જતું કરવાની ભાવના ધરાવતાં હોય છે તેથી ખોટા કજિયા કંકાસ કે મારપીટ થી દુર રહે છે તેને કારણે ઉદભવતી બિન જરૂરી પરિસ્થિતિ નો સામનો નથી કરવો પડતો. 5 પોતાનાં પુરૂસાર્થ અને ભાગ્ય પ્રમાણે પ્રમાણે થતી આર્થિક આવક માં જ સંતોષ માને છે તેથી સુખી હોય છે. 6 ઓછી આવકમાં પણ કરકસર કરી ગુજરાન ચલાવે છે ને સંતોષ માને છે. 7  તેઓ સમાજ નાં નીતિ નિયમોનું પાલન કરતાં હોય છે તેથી સમાજ,દેશ માટે પણ તેઓ ઉપયોગી થાય છે. ઉપર દર્શવ્યા સિવ...

તંદુરસ્તી માટે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ ? : Droj ketlu pani pivu joie

 તંદુરસ્તી જાળવવા માટે આપણે કેટલાં પ્રમાણમાં  પાણી પીવું જોઈએ ? આપણાં શરીરમાં  70 ટકા પાણી નો ભાગ છે આના પરથી જ પાણીનું મહત્વ સમજાય જાય છે. માણસ ખોરાક વિના ઘણાં દિવસો સુધી ચલાવી શકે પરંતુ પાણી વિના માંડ એકાદ દિવસ પસાર કરી શકે. શરીર માં પાણીનું પ્રમાણ ઘટવા થી ચક્કર આવવા, ગળું સુકાવું સોસ પડવો,શરીરમાં કળતર થવી,નબળાઈ લાગવી,ધુંધળું દેખાવું,બેચેની રહેવી જેવા અનેક લક્ષણો જોવા મળે છે. અપૂરતું પાણી પીવાથી કબજિયાત,urinary Track નાં રોગો જેવાકે બળતરા,રસી થઈ જવી,ચેપ લાગવો વિગેરે. શરીર માં પાણી નું યોગ્ય પ્રમાણ ન જળવાય તો પેટનો દુઃખાવો તેમજ બ્લડપ્રેશર પર પણ અસર કરે છે. આમ ઘણી બધી રીતે અપૂરતું પાણી પીવાથી  સમસ્યાઓ ઉદભવે છે. આપણે આરોગ્ય તંદુરસ્તી જાળવવા કેટલાં પ્રમાણમાં પાણી પીવું જોઈયે ? આપણે શરીર ની તંદુરસ્તી જળવાય રહે તે માટે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું જોઈએ.કેટલું પાણી પીવું જોઈએ તે જોઈએ તો આપણે ઋતુ પ્રમાણે અલગ અલગ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.શિયાળા, ચોમાસા દરમ્યાન ઠંડા, ભેજવાળા હવામાનને કારણે શરીર ને ઓછા પાણી ની જરૂર પડે છે.આ ઋતુમાં આપણે  એટલું પાણી પીવું જોઈએ જેથી ચયાપચયન...

ડાબે પડખે સુવાનાં ફાયદા : dabe padshe suva na fayda

 આપણે ડાબા પડખે શું કામ સૂવું જોઈએ  ડાબે પડખે સુવા નાં ફાયદા સુવાની સાચી રીત કઈ ? આપણા ભારત દેશમાં હજારો વર્ષોથી લોકો આયુર્વેદ  માં બતાવ્યા પ્રમાણે નું જીવન જીવતા આવ્યા છીએ. તંદુરસ્ત જીવન જીવવા માટે ની તમામ બાબતો વિશે આયુર્વેદમાં વર્ણન છે. આપણા શરીર માટે ઊંઘ અતિ મહત્વ ધરાવે છે.પૂરતી ઊંઘવા થીં શરીર ને ઘસારો લાગતો નથી અને શરીર સ્ફૂર્તિ વાળું અને તાજું માજુ રહે છે  આપણે કેવી રીતે સૂવું જોઈએ ? સુવા અંગે નીચે ના આયુર્વેદિક પંક્તિઓ જુઓ, "  ઊંધો સુવે અભગયો,ચિત્તો સુવે રોગી,     ડાબે તો સૌ કોઈ સૂયે,જમણે સૂયે જોગી. "  આ પંક્તિ પણ જુઓ "આંખે ત્રિફળા દાંતે લુણ,                     પેટ ન ભરીએ ચારે ખૂણ, જમી ડાબે પડખે સુવે ,                     વૈદ ન તેની નાડી જુએ" આમ આયુર્વેદ નું કહેવું છે કે આપણે ડાબા પડખે સૂવું જોઈએ.જમ્યા બાદ અચૂક ડાબે પડખે સૂવું જોઈએ. ડાબા પડખે સૂવાથી પેટ નાં પાચન તંત્ર નાં બધા અવયવો આરામથી ખોરાક પચાવવા નું કામ કરે છે. ખાધેલાં ખોરાકનું પૂરતા પ...

ચંદ્ર ને સૌ ચાંદા મામા કેમ કહે છે ? : chandra ne chanda mama kem kahe chhe

ચંદ્ર ચાંદા મામા તરીકે કેમ ઓળખાય છે ? ચંદ્ર આપણી પૃથ્વી નો ઉપગ્રહ છે.તે પૃથ્વીથી ઘણોજ નજીક આવેલ છે.ચંદ્રનો પ્રકાશ શીતળ શાંત અને અમૃત સમાન છે. પૂનમ ની ચાંદની રાતે ચાંદ સોળે કળાએ ખીલે છે. તેની ચાંદની અંધકાર ને દૂર કરી પ્રકાશ આપે છે. ધરતી ઉપર શીતળતા ફેલાવે છે.દરિયામાં પણ પૂનમ ની રાતે ભરતી આવે છે. તેથી ચંદ્ર અને પૃથ્વી નો ગાઢ નાતો છે. ચંદ્ર નો મહિમા શાસ્ત્રો,પુરાણો,લોકગીતો,વાર્તાઓ  અને ફિલ્મોમાં ખૂબ વર્ણવેલો છે.  પૃથ્વી ને આપણે ભારત દેશમાં ધરતી માતા તરીકે ઓળખીએ છીયે .ચંદ્ર એક ભાઈ ની જેમ ધરતીમાતા નાં અંધકાર રૂપી દુઃખનો નાશ કરી અમૃત સમાન શીતળતા ધરતી પર ફેલાવે છે.આપણાં માં કહેવત છે કે " મામાનું ઘર કેટલે ,દીવો બળે એટલે " બીજી રીતે કહીયે  તો આપણે બધા ધરતી માતા નાં સંતાનો છીયે અને ચંદ્ર ધરતીમાતા નાં ભાઈ સમાન છે એટલે એ નાતે ચંદ્ર  આપણા મામા ચાંદા મામા છે.  આવી માન્યતા ને કારણે આપણાં પુર્વજો ચાંદા ને ચાંદા મામા તરીકે ઓળખાતા આવ્યા છે. આપણાં ઘણાં બધાં વ્રતો અને તહેવારોમાં ચાંદા મામા  ને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કડવા ચોથ ને દિવસે ચાંદા મામા નાં દર્શન કરીને વ્રત પ...

વજ્રાસન ક્યારે કરવું જોઈએ ? :Vajrasan na fayda

 વજ્રાસન ક્યારે અને કેમ કરવું જોઇએ? ભારત નાં ઋષિ મુનિયોએ હજારો વર્ષ પહેલાં માનવજાતે કેવું જીવન જીવવું જોઈએ તે માટે આયુર્વેદ ની રચનાં કરેલ છે. તેમાં અષ્ટાંગ યોગ અને naturopathy તમામ બાબતો સમાવિષ્ટ કરેલ છે .આપણી ઋષિ પરંપરા પ્રમાણે આચરણ કરીયે તો 100 વર્ષ જીવન પર્યન્ત તંદુરસ્ત જીવન જીવી શકીયે. અષ્ટાંગ યોગ અને પતંજલિ ઋષિએ સૂચવેલ ઘણાં બધાં યોગાસનો થી આપણે સ્વસ્થ્ય જીવન જીવી શકીયે.તેમાંનું એક છે વજ્રાસન. વજ્રાસન કરવાથી શરીર વજ્ર જેવું મજબૂત થાય તેથી તેને વજ્રાસન કહેવાય છે. વજ્રાસન કરવાનો સૌથી સારો સમય ભોજન બાદ સૂચવેલ છે. ભોજન ગ્રહણ કર્યા બાદ આપે15 - 20 મિનિટ સુધી વજ્રાસન માં બેસવાનું છે. આમ કરવાથી આપે લીધેલ ભોજન સારી રીતે પચી જાય છે અને શરીરમાં અવશોષિત થઈ રક્ત,માણસ,અસ્થિ,શક્તિ પેદા કરવામાં સહાય ભૂત થાય છે.આમ વજ્રાસન થી ઘણાં બધાં ફાયદા થાય છે. આપ પણ જરૂર ભોજન બાદ વજ્રાસન કરી તંદુરસ્ત જીવન જવજો. આશા રાખું છું કે આ Jankari આપનેઉપયોગી થશે અને આપ પણ વજ્રાસન નું મહાત્મ્ય સમજી ગયા હશો.આવી અન્ય Gujarati Jankari માટે મારા બ્લોગ Aapni Jankari ની મુલાકાત લેવા વિનંતી. ધન્યવાદ