શ્રી ગજાનન ગણેશજીની આરાધના - Gajanan Ganesh ni Puja Archna

વિઘ્ન વિનાયક શ્રી ગણપતિ

    
ગજાનન ગણેશ

ગણપતિ વંદના :

 " દુન્દાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ

 પ્રથમ પહેલાં સમરીયે ગૌરી પુત્ર ગણેશ."

"નંદ ગિરિજાનંદ ની પ્રથમ લાગુ પાય,

સરસ્વતિ માં દિલે વસો પૂર્ણ કરીને કૃપાય."

           ગુજરાતમાં મંગલ કાર્ય નો પ્રારંભ શ્રી ગજાનન ગણપતિ ની આરાધના કરી શરૂ કરવામાં આવેશે.

            ધાર્મિક પ્રસંગ કે કાર્યક્રમ હોય, સામાજિક કે આપણો પોતાનો શુભ પ્રસંગ હોય ત્યારે શ્રી ગજાનન ગણનાયક ગણપતિ નિ પૂજા થી જ શુભ શરૂઆત કરવામાં આવે છે.

         લગ્ન નું આયોજન હોય કે દીકરી દીકરા ની સગાય નો શુભ અવસર હોય ત્યારે ઉમા મહેશ્વર પુત્ર શ્રી ગણેશ ની પૂજા અર્ચના સૌ પ્રથમ કરવામાં આવે છે.

લગ્ન પ્રસંગે પ્રથમ ગણપતિ સ્થાપન કરવામાં આવેશે જેમાં એક શુશોભીત લાકડાનાં બાજઠ પર પાંચ અનાજ નાં સાથિયા બનાવવામાં આવેશે, ચોખા મગ અને કઠોળ ની પાંચ ઢગલી કરવામાં આવે છે. તેના ઊપર લાકડા ના શ્રી ગણપતિ ની નાની મૂર્તિ પધરાવવામાં આવે છે.

      ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના પહેલાં મૂર્તિને પનચામૃત : દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ થી સ્નાન કરાવવામાં આવે છે. સુતરની નાની આંટી પહેરાવી ગણેશજી ને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે છે.

     મૂર્તિ સ્થાપના પછી બાજઠ પર શ્રી ગણેશજી ની સન્મુખ રિધ્ધિ સિદ્ધિ તરીકે બે સોપારી મૂકવામાં આવે છે. ત્યારબાદ કેળા, દાડમ,સફરજન, ચીકુ જેવા ફળ ફળાદિ મુકવામાં આવે છે. અબીલ ગુલાલ કંકુ ચોખા અને શાસ્ત્રી ગોરમહારાજ ના મંત્રોચ્ચાર થી શાસ્ત્રોક્ત વિધિ થી ગણેશજી ની પૂજા અર્ચના કરવામાં આવે છે. પૂજા માં બેસનાર ગૃહસ્થ દંપતિ એ સ્નાનદીક થી પવિત્ર થઈ પૂજા માં બેસવાનું હોય છે.

          ગોરમહારાજ આવાજ કઇંક શ્લોકો થી પૂજાની શરૂઆત કરે છે,

"वक्रतुंड महाकाय सूर्य कोटी समप्रभा,

निर्विघ्ने कुरुमे देव सर्व कार्येषु सर्वदा।"

"નંદ ગિરિજા નંદની પ્રથમ લાગુ પાય,

સરસ્વતિ માં દિલે વશો પૂર્ણ કરી ને કૃપાય"

      દરેક માંગલિક પ્રસંગે આ રીતે જ શ્રી ગણપતિ નું પૂજન કરવામાં આવે છે. જ્યારે અમુક શુભ કાર્ય જેવા કે ખેડૂત વાવણી ની શરૂઆત કરે છે ત્યારે, ખાત મુર્હુત થાય ત્યારે, નાની મોટી મુસાફરી નો પ્રારંભ કરે છે ત્યારે ફક્ત ગણેશજીની ઘીનો દીવો અગરબત્તી કરી પૂજા કરવામાં આવે છે. શ્રી ગણેશ વિઘ્ન હરનારા દેવ છે જેથી તેઓને વિઘ્નહર્તા કે વિઘ્ન વિનાશક કહેવાય છે. ગણપતિ ની પૂજા થી શરૂ કરેલ કામ વિના વિઘને પાર પડે છે.

     મહારાષ્ટ્ર માં ગણેશજી નાં પૂજન નું વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થી ના તહેવાર માં ગણેશજી નાં પંડાલ શેરી અને મહોલ્લામાં બનાવવામાં આવે છે. લાલબાગ ચા રાજા નો પંડાલ વિશ્વ માં વખણાય છે તેથી તો ગણેશજી ને લાલબાગ ચા રાજા તરીકે ઓળખાય છે. હવે ગુજરાત માં પણ શ્રી ગણેશ નાં પંડાલ બનાવવામાં આવે છે. તહેવાર પૂરો થાય ત્યારે વાજતેગાજતે ગણેશજી ની મૂર્તિ નું સમુદ્ર સરોવર કે નદી માં વિસર્જન કરવામાં આવે છે.

       શ્રી ગણેશ નાં ગુણગાન નો કોઇ પાર નથી તેમના ગુણગાન ગાઈ એ એટલા ઓછા છે. જય શ્રી ગણેશ.










ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma