નિરોગી જીવન માટે કેટલી ઊંઘ લેવી અને ક્યારે લેવી જોઈએ ? : Tandurasti mate ketli ungh jruri
આપણે દરોજ કેટલી કલાક ઊંઘ લેવી જોઈએ ? ઊંઘ નીંદર નાં ફાયદા શું છે ? અપૂરતી ઊંઘને કારણે આરોગ્ય પર કેવી અસર થાય છે નમસ્કાર મિત્રો, Aapni Jankari Blog પર આપનું સ્વાગત છે. આજે આપણે શરીરની તંદુરસ્તી માટે જરૂરી ઊંઘ વિશે Jankari મેળવશું. આપણા ઋષિ મુનિયોએ હજારો વર્ષ પહેલાં મનુષ્ય 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે આયુર્વેદ ની રચનાં કરેલ છે. આપણે શું ખાવું,કેટલું ખાવું,ક્યારે ખાવું,તેમજ કેટલી ઊંઘ લેવી,ક્યારે લેવી અને કેવી રીતે લેવી તે વિશે Jankari આપેલ છે. તન મન ની તંદુરસ્તી માટે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે પણ જણાવેલ છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આપણા શરિર માટે 1-- યામ 2-- પ્રાણાયામ 3-- ઉદ્યમ 4-- ઉપાર્જન 5-- આરામ નું સંતુલન માનવ જીવન માં જરૂરી છે આજનાં આધુનિક યુગમાં માણસ અનેકવિધ સમસ્યા થી ઘેરાયેલો રહે છે તેથી depression નો શિકાર બને છે. આની સીધી અસર તેની ઊંઘ પર પડે છે. અપૂરતી ઊંઘને કારણે Health પર તેની વિપરીત અસર જોવા મળે છે. માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તે અસહિષ્ણુ બનતો જાય છે. વાત વાત માં ગુસ્સે થઇ જાય ...